આ સરપંચ તો જૂઓ : બંગાળનો બદલો અમરેલીમાં લેવો છે?
એક ફેસબૂક મિત્રે મારું ધ્યાન દોર્યું કે ‘અમરેલી જિલ્લાના ચક્કરગઢ ગામના સરપંચ વિપુલ ધોરાજીયાએ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી છે; તે અંગે શું થઈ શકે?’ તેમણે ફેસબૂક ઉપરની પોસ્ટનો ફોટો પણ મોકલ્યો.
મેં આ સરપંચની ફેસબૂક વોલ ઉપર આંટો માર્યો તો ખ્યાલ આવ્યો કે ત્યાં તો ઝેરના અનેક ભંડાર ભરેલા છે ! પોસ્ટ હિન્દીમાં છે. ગુજરાતનો કોઈ સરપંચ આવી હિન્દી લખી શકે નહીં. આ પોસ્ટ/મેસેજ સત્તાપક્ષના IT Cell દ્વારા આખા દેશમાં વાયરલ કર્યો હશે; જે ચક્કરગઢના સરપંચની માનસિકતાને ગમી ગયો હોવાથી તેણે પણ ફેસબૂક ઉપર શેયર કરી દીધો ! સત્તાપક્ષ પશ્ચિમ બંગાળની રાજકીય હિંસાને આગળ કરીને આખા દેશમાં આગ લગાડવા માંગે છે; તેવું કાવતરું દેખાઈ રહ્યું છે. બંગાળની ઘટનાઓમાં, IT Cell બે-ત્રણ વર્ષ જૂના હિંસાના ફોટાઓ/વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હિંસા ભડકાવે છે. ચક્કરગઢના સરપંચ સત્તાપક્ષ સાથે જોડાયેલ છે. તેમની ફેસબૂક પ્રોફાઈલમાં મુસ્લિમો ઉપર હુમલા કરવાના મેસેજ છે. એક મેસેજમા કહ્યું છે કે “દેશ કે સભી રાજ્યો કે હિન્દુઓ કો એકજુટ હોકર સભી રાજ્યો કે ઠુલ્લો પર હુમલા બોલ દેના ચાહિયે. ક્રિયા કી પ્રતિક્રિયા દેને કે સિવાય ઔર કોઈ રાસ્તા નહીં.” બીજી પોસ્ટમાં આ સરપંચ કહે છે કે “બંગાળ કે હિન્દુ પે અત્યાચાર હો તો દૂસરે હિન્દુ બાહુલ ઈલાકે યા રાજ્યો વાલે હિન્દુ લોગ મુસલમાન પે હમલા બોલના શરુ કરે.” સવાલ એ છે કે કેટલું ઝેર ભર્યું છે મનમાં? બંગાળનો બદલો અમરેલીમાં લેવો છે?
સરપંચનું આ કૃત્ય IPC કલમ-153A/505 તથા Information Technology Act, 2000 કલમ- 67 હેઠળ હેઠળ ગુનો બને છે. જેમાં 3 વર્ષની જેલની જોગવાઈ છે. IT Cell અને ગોદી મીડિયાએ ભારતના લોકોના મનમાં અઢળક ઝેર ભરી દીધું છે, તેનો નમૂનો આ સરપંચ છે. સવાલ એ છે કે શામાટે ઝેર ભરવામાં આવે છે? સત્તા માટે. લાશો પાડીને સત્તા મેળવી એશ કરવાનું આ ‘કોર્પોરેટ મોડેલ’ છે. સવાલ એ છે કે હજુ કેટલા ગુલમર્ગ કાંડ/નરોડાપટિયા કાંડ કરવા છે? ડર એ લાગી રહ્યો છે કે જો આવા ‘સરપંચો’ની સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આવા હત્યાકાંડો ફરી-ફરી બનશે !
-રમેશ સવાણી
Post a Comment