રાક્ષસી હરકતોથી આખા દેશમાં આગ લાગશે તો?
સત્તાપક્ષે મર્યાદા મૂકી દીધી છે. બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાન કંઈ ઉકાળી શક્યા નહીં; તેથી રોષે ભરાઈને બંગાળને/CM મમતા બેનર્જીને બદનામ કરવા હીન કક્ષાના પ્રયત્નો કરી રહ્યા છે. બાંગ્લાદેશ અને આંઘ્રપ્રદેશની હિંસક ઘટનાઓના ફોટાઓ/વીડિઓ પશ્ચિમ બંગાળના નામે સોશિયલ મીડિયા/ગોદી મીડિયામાં વાયરલ કરી રહેલ છે. આ કામ સત્તાપક્ષનું IT Cell કરે છે.
હિન્દુ જાગરણ મંચ, ઉત્તરપ્રદેશના અધ્યક્ષ અમિતસિંહ ચૌધરીએ 6 મે 2021 ના રોજ, એક વીડિઓ ટ્વીટ કર્યો અને તેમાં ઉત્તમ ઘોષની પત્નીના શબ્દો મૂક્યા કે “મારા પતિને ઘરમાંથી ઢસડીને TMC ના લોકો લઈ ગયા અને કહ્યું કે ક્યા છે તારા હિન્દુઓ? ક્યાં છે તારા પક્ષના નેતાઓ? હવે તને કોણ બચાવશે? હવે જયશ્રી રામ બોલ! તેમ કહીને મારા પતિની ગંગાપુર રાણાઘાટ ઉપર હત્યા કરી નાખી.” વીડિયોમાં ભોગ બનનારની; કુહાડી/કોદાળી/પથ્થરથી હત્યા કરવાના દ્રશ્યો છે. આ અંગે altnewsએ તપાસ કરી તો આ વીડિયો; અઢી વર્ષ પહેલા, 30 ડીસેમ્બર 2018 ના રોજ, બ્રાઝીલમાં થયેલ હત્યાનો નીકળ્યો !
નીચતાની હદ ત્યારે વટાવી કે ‘બંગાળની હિંસાનો એક વધુ વીડિયો’ એવા શીર્ષક સાથે એક વીડિઓ વાયરલ થયો; જેમાં કેટલાંક વ્યક્તિઓ એક છોકરાનું માથું કાપી બર્બરતાપૂર્વક હત્યા કરે છે. આ વીડિઓ અરેરાટી ઊભી કરે તેવો છે. સાથે મેસેજ હતો કે ‘જૂઓ TMC ના કાર્યકર્તાએ કેવી પાશવી હત્યા કરે છે ! બંગાળમાં જંગલરાજ ચાલે છે !’ પરંતુ ‘altNews’એ પર્દાફાશ કર્યો કે “આ વીડિયો ત્રણ વર્ષ જૂનો છે. 6 ફેબ્રુઆરી 2018 ના રોજ ‘ધી ડેઈલી મેલ’માં; તેમજ ફેબ્રુઆરી 2018માં, ‘ધી સન’માં આ ઘટના અંગે રીપોર્ટ પ્રસિધ્ધ થયો હતો; નોર્થ અમેરિકાના વેનેઝુએલામાં આ છોકરાને દુશ્મન ડ્રગ માફિયાઓએ; પકડીને અજાણી જગ્યાએ લઈ જઈ ગળું કાપી હત્યા કરી નાખી હતી !” વિચારો; બાંગ્લાદેશ/આંધ્રપ્રદેશ/ બ્રાઝિલ/વેનેઝુએલાના થયેલ હિંસાઓના ફોટાઓ/વીડિઓ; બંગાળની હિંસાના છે, તેમ કહી વાયરલ કરવા પાછળનો હેતુ બંગાળને/CM મમતા બેનર્જીને બદનામ કરવાનો છે. સત્તાપક્ષનું IT Cell/ગોદી મીડિયા દેશને સળગાવવા માંગે છે ! સવાલ એ છે કે આવી રાક્ષસી હરકતોથી આખા દેશમાં આગ લાગશે તો?
-રમેશ સવાણી
Post a Comment