સત્તાપક્ષને શરમ જેવું હોય કે નહીં?

પત્રકાર દિલિપ પટેલે 8 મે 2021ના રોજ ટ્વીટ કરેલ છે કે “સત્તાપક્ષ; શરમ કરો હવે. ગુજરાતના લોકો આફતમાં છે તેમને બચાવો. બંગાળનું બનાવટી રાજકારણ અહીં ન લાવો. અમદાવાદમાં દેખાવો કરો છો અને લોકો કોરોનામાં મરી રહ્યા છે !” સાથે એક ફોટો મૂકેલ છે. જેમાં સત્તાપક્ષના 6 નેતાઓ ખુરશીમાં બેઠાં છે અને દરેકના હાથમાં એક-એક બેનર છે.

એક બેનરમાં લખ્યું છે : “જિસને જયશ્રી રામ કા નારા લગાયા; તૃણમૂલ કોન્ગ્રેસ કે કાર્યકરોને ઉસકા ઘર જલાયા !” આ બેનર સત્તાપક્ષનો ગંદો ઈરાદો છતો કરે છે ! ‘બંગાળની હિંસાના ફોટાઓ/વીડિયો છે’ તેમ કહી બાંગ્લાદેશના અને આંધ્રપ્રદેશના બે વર્ષ પહેલાના ફોટાઓ/વીડિઓ સત્તાપક્ષના IT Cell મારફતે દેશભરમાં ફેલાવવામાં આવી રહ્યા છે.
બંગાળની હિંસાને જરુર વખોડવી જોઈએ. હિંસાનું સમર્થન કોઈ કાળે થઈ શકે નહીં. બંગાળની પોલીસને તપાસ તો કરવા દો; આરોપીને એરેસ્ટ તો કરવા દો. હિંસાનો મોટિવ શું હતો, તે જાણ્યા વિના ગુજરાતમાં બેનર લઈને ધરણા શામાટે? જ્યારે ગુજરાતમાં ગામડે ગામડે કોરોના મહામારીના કારણે લોકોના મોત થઈ રહ્યા હોય; શહેરોના સ્મશાનો/કબ્રસ્તાનોમાં અંતિમવિધિ માટે લાઈન લાગેલી હોય; લોકો ઓક્સિજન વિના તરફડી રહ્યા હોય; બેડ માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ધક્કા ખાતા હોય; લોકો ત્રાહિમામ હોય; તે સ્થિતિમાં સત્તાપક્ષના આ ધરણા કેટલા ઉચિત? સત્તાપક્ષને શરમ જેવું હોય કે નહીં? વડાપ્રધાનને કલ્પના પણ નહીં હોય કે સત્તાપક્ષને પણ ‘ધરણાજીવી’ બનવું પડશે ! સવાલ એ છે કે આ ધરણાજીવીઓને 2002ની સામૂહિક હત્યાઓ યાદ નહીં આવતી હોય? તે હિંસા માટે પટેલો/OBC/SC/STને જ સજા કેમ થઈ; તેનો વિચાર કરવાનો કે નહીં? કઈ ક્વોલિટીનો ગાંજો પીને ધરણા કરતા હશે?
-રમેશ સવાણી
Post a Comment

Post a Comment