તાંડવ web series review

રાજનીતિમાં કોઈ કોઈનો સગો નથી હોતો. રાજનીતિ એવી ગંદી વસ્તુ છે કે તેમાં દિકરો બાપ સામે પણ બાંયો ચડાવી લે છે. ભારતીય રાજનીતિ પર પ્રકાશ પાડતી અને દેશના કરન્ટ મુદ્દાઓને આવરી લેતી Amazon Prime પર તાંડવ નામની વેબ સીરીઝ આવી છે. જેમાં સૈફ અલી ખાન, ડિંપલ કાપડીયા, સુનિલ ગ્રોવર, ગોહર ખાન, અનુપ સોની, મોહમ્મદ જીશાન આયુબ ખાન જેવા ટેલેન્ટેડ સ્ટારોની એક્ટીંગ જોવાં મળશે...

ભારતીય રાજનીતિ પર પ્રકાશ પાડતી આ સિરીઝમાં એ દર્શાવવામાં આવ્યું છે કે રાજકારણમાં સત્તા સ્થાયી નથી ક્યારે કોની સાથે શું બને અને કોણ કોની સાથે મળીને રાજનીતિમાં આપણું પત્તુ કાપી નાંખે એની કોઈ સંભાવના નથી હોતી.ખૈર રાજનીતિ ઉપર ચર્ચા કરવાં કરતાં તાંડવ સિરીઝ પર આવીએ.

તાંડવની શરુઆત ખેડુત આંદોલનથી થાય છે જેમાં દિલ્હી નજીક અમૂક ખેડુતોની જમીન હાઈવે પ્રોજેક્ટને નામ સરકાર દ્રારા પચાવી લેવામાં આવે છે અને ખેડુતો સરકાર સામે બાંયો ચઢાવે છે. ખેડુતો આંદોલન પર ઉતરી આવે છે આ આંદોલનમાં ત્રણ મુસ્લિમ યુવકો હોય છે જેમાથી બે યુવકોને ફેક એકાઉન્ટમાં મારી નાખવામાં આવે છે જ્યારે એક યુવક જે VNU (જેએનયુ)ની જેમ દર્શાવવામાં આવી છે તેના એક વિદ્યાર્થીને પોલિસ દ્રારા એરેસ્ટ કરવામાં આવે છે. અને આ યુવાનને છોડાવવા વીએનયુનાં વિદ્યાર્થીઓ. પોલિસ સ્ટેશન પર આવે છે અને હલ્લાબોલ કરે છે...

આ આખો સીનેરીયો પુરો થતાં જ ચાલું થાય છે તાંડવ જેમાં સમર પ્રતાપ સીંઘ (સૈફ અલી ખાન) એમના પિતા દેવકીનંદન જે આગલે દિવસે પ્રધાનમંત્રી બનવાનાં હોય તેમને ઝેર આપીને હત્યા કરી નાંખે છે. અંહીથી શરું થાય છે ભારતીય રાજનીતિ અને રાજકારણમાં રમાતાં દાવ પેચ...

સિરીઝમાં જેએનયુ, કનૈયા કુમાર, આઝાદી સોન્ગ, આરક્ષણ અને રાજનીતિના આડંબર પાછળ કઈ રીતે સત્તા અને ખુર્શી મેળવવા માટે કાવાદવા રમાઈ છે તે બધુ આવરી લેવામાં આવ્યું છે. સીરીઝ નવ ભાગમાં છે એટલે રીવ્યુ લખવો મુશ્કેલ બને. ઓટીટી પ્લેટફોર્મ ઉપર છે એટલે વલ્ગારીટી અને ગારોની ભરમાર હોવાની જ એટલે ફેમીલી સાથે જોઈ શકાય એમ તો કહી ન શકાય પણ જોવાં જેવી ખરી સિરીઝ...

Post a Comment

1 Comments